રાજકોટમાં ફી મુદ્દે NSUIએ વાલીઓને સાથે રાખી વિરોધ નોંધાવ્યો - અનલોક 4
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરના મવડી વિસ્તારમાં આવેલી મોદી સ્કૂલ દ્વારા વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરી હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને રાજકોટ NSUI દ્વારા વાલીઓને સાથે રાખીને શાળા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેમની પાસેથી સ્કૂલ પ્રશાસન દ્વારા વારંવાર ફીની ઉઘરાણી કરવામાં આવે છે. વાલીઓ શાળાને આવેદન આપતા કહ્યું કે, આમારા બાળકોને ઓનલાઇન શિક્ષણ નથી જોઇતું. અંદાજિત 300 જેટલા વાલીઓ દ્વારા પોતાના બાળકોને ઓનલાઇન શિક્ષણ નથી જોઇતું પ્રકારના આવેદનમાં સહી કરીને સ્કૂલ પ્રશાસનને રજૂઆત કરી ઓનલાઈન શિક્ષણનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે, વિરોધ પ્રદર્શન દરમિયાન મામલો વધુ બિચકે તે પહેલાં જ NSUIના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. રાજકોટમાં ખાનગી સ્કૂલો દ્વારા લોકડાઉન સમયે પણ બેફામ ફી ની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. જેનો NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે અનલોક 4માં પણ આ પ્રકારની વધુ એક ઘટના સામે આવતા NSUIએ વાલીઓને સાથે રાખીને વિરોધ નોંધાવ્યો હતો.