બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાના મુદ્દે જામનગરમાં સ્કૂલ-કોલેજ બંધ કરાવતું NSUI - વિદ્યાર્થી
🎬 Watch Now: Feature Video
જામનગર: ગાંધીનગરમાં બિનસચિવાલયની પરીક્ષા રદ કરવા મામલે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. જેની રાજ્યભરમાં અસર જોવા મળી રહી છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે રાજ્યભરની સ્કૂલ કોલેજો બંધ રાખવા એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસ દ્વારા એલાન કરવામાં આવ્યું હતું. જેના પગલે જામનગરમાં આજે વહેલી સવારે જ એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મહિલા કોલેજ તેમજ ડી કે વી કોલેજ સહિતની કોલેજો અને અન્ય સ્કૂલો પર પહોંચી અને જે સ્કૂલ, કોલેજ ચાલુ હતી તેને બંધ કરવાની કામગીરી કરી હતી.