પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો, બરડા પંથકમાં કમોસમી વરસાદ - હવામાન વિભાગની આગાહી
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારના રોજ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પોરબંદરના બરડા પંથકના અડવાણા અને સિમર સહિત આસપાસના ગામડાઓમાં એકથી દોઢ કલાક વરસાદ વરસ્યો હતો. ત્યારે આ વરસાદ અંદાજે દોઢ ઇંચ જેટલો પડ્યો હોવાનું જણાયું છે. એક તરફ મગફળી ઉપાડવાની સિઝન છે. ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની મગફળીના પાકમાં નુકશાન થવાની ભીતિ સર્જાઇ છે.