નો માસ્ક નો એન્ટ્રી,બાયડના રિક્ષા ચાલકોએ શરૂ કરી નવી પહેલ - માસ્ક ફરજિયાત
🎬 Watch Now: Feature Video

અરવલ્લીઃ શહેર જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ વધતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. હવે તંત્રની સાથે લોકોમાં પણ જાગરૂકતા આવી છે. જિલ્લાના બાયડ નગરના રીક્ષા એસોસિએશન દ્વારા તમામ રીક્ષાઓમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યુ છે. ગ્રાહકને રીક્ષામાં બેસતા પહેલા માસ્ક પહેરવાનું જણાવામાં આવે છે અને જો ન પહેરે તો રીક્ષામાં પ્રવેશ આપવામાં આવતો નથી .ગ્રાહકોની જાણ માટે નગરના તમામ રીક્ષા ચાલકો આ અંગેના બોર્ડ રીક્ષાની આગળ લગાવ્યા છે. રીક્ષા ચાલકોના આ નિર્ણયથી મુસાફરો માસ્ક પહેરતા તો થયા છે પરંતુ લોકોએ પણ આ પહેલની સરાહના કરી છે.