અમદાવાદના ભાડજ ઈસ્કોન હરે કૃષ્ણ મંદિરમાં કિર્તન ઉત્સવ સાથે નવા વર્ષની ઉજવણી કરાઇ - new year celebration 2020
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : શહેરમાં જ્યાં એક તરફ લોકો ક્લબમાં નવા વર્ષના વધામણા કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ લોકો ભગવાનના દર્શન કરી ભક્તિમય બની ભગવનાના આશિર્વાદ લઇ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. શહેરમાં આવેલા હરે કૃષ્ણ મંદિરમાં કિર્તન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભગવાનની આરતી કરી કેક કાપવામાં આવી હતી અને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વર્ષ 2020નું સ્વાગત કરતા હરી કૃષ્ણના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યો હતો.