ખેરાલુમાં કાકાની હત્યા કરનાર આરોપી ભત્રીજો ઝડપાયો - ખેરાલુ
🎬 Watch Now: Feature Video
મહેસાણા : જિલ્લામાં દિન દહાડે ગુન્હાખોરી વધી રહી છે, ત્યારે ખેરાલુના ખેરપુર ગામે સગા કાકાની સામાન્ય બાબતે હત્યા કરનાર ભત્રીજો શૈલેષ ઠાકોર હત્યાના બનાવ બાદ ફરાર થઈ ચૂક્યો હતો. જોકે ખેરાલુ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરતા ટિમ દ્વારા વોચ રાખી તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન એસટી ડેપો નજીક હોટેલમાં આરોપી શૈલેષ સાંજના સમયે જમવા આવતાની સાથે પોલીસે તેને દબોચી લીધો હતો. આ સમગ્ર મામલે પ્રાથમીક પુછપરછ કરી કોર્ટ સમક્ષ રજુ કરી અને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.