જૂનાગઢનાં માળીયા હાટીનામાં ગરબીમાં ખેલૈયાની અનોખી કળા - Etv Bharat
🎬 Watch Now: Feature Video

જૂનાગઢ: માળીયા હાટીના તાલુકાના જુથળ ગામે અનોખી ગરબી જોવા મળી હતી. જેમાં અચરજ પમાય તેવો નવાઇનો રાસ આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો. જેમાં એક કલાકાર દ્વારા પોતાના માથા ઉપર ગ્લાસ અને આ ગ્લાસ ઉપર પાણી ભરેલો ઘડો રાખીને અનોખો રાસ રમી રહ્યા છે અને સંગીતના તાલે આ ઘડામાંથી પાણી ઢોળાતું નજરે પડે છે. ખાસ કરીને માથા ઉપર ખાલી ઘડો કયારેક પડી જતો હોય છે. પરંતુ, આ અનોખી કળાથી માથા ઉપર ગ્લાસ અને ગ્લાસ ઉપર પાણીથી ભરેલો ઘડો આ કલાકારે અશક્ય ને શક્ય કરીને પોતાની કલા લોકો સમક્ષ રજૂ કરી હતી.