અંબાજીઃ નવરાત્રી એ આરધનાનો પર્વ છે. નવરાત્રીના નવ દિવસે માંઈભક્તો પોતાની મનોકામનો પૂર્ણ કરવા માટે પૂજા અર્ચના કરે છે અને દશેરા સુધી ગરબે ઘૂમે છે. યાત્રાધામ અંબાજીમાં પણ આ પર્વ નિમિત્તે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમાં અનેક જ્ઞાતિના લોકો ઉત્સાહભેર જોડાય છે. નવે નવ દિવસ ગરબાની પૂજા અર્ચના કરીને દસમાં દિવસે ગરબાને વળાવીને નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીમાં માં અંબાની આરાધનમાં લીન થઈ ખેલૈયાઓ ગરબે ઘુમી રહ્યા છે.