અમરેલી: અમરેલી જિલ્લામાં લેટર કાર્ડને લઈને અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ હવે મેદાનમાં આવ્યા છે અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના લેટર બાદ અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા મેદાનમાં આવ્યા છે.
નારણભાઈ કાછડીયા એ નિવેદન આપતા જણાવ્યું કે, દિલીપભાઈ સંઘાણીના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રને મારું સમર્થન છે. દિલીપભાઈએ લખેલા પત્રમાં મને ભરોસો છે અને વિશ્વાસ ધરાવું છું. જેવી પોલીસે કરેલી કામગીરીઓ કરી છે કોઈ ઉચ્ચ અધિકારીના કહેવાથી કરી છે કે પદાધિકારીઓના કહેવાથી કરી છે. વધુમાં જણાવ્યું કે, મેં 28 તારીખે મારા વોટસ એપથી મુખ્યમંત્રી, સી.આર. પાટીલ અને રત્નાકરજીને રજૂઆત કરેલી છે. લેટર કાંડની FSL તપાસ થવી જોઈએ ફરિયાદી સાચો છે, લેટર સાચો છે કે સહી સાચી છે કે ખોટી છે એનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. દિલીપભાઈ સંઘાણીએ નાર્કો ટેસ્ટની માંગણી કરી છે. તેમાં જેટલાના નામો છે તેમના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. અધિકારીઓ, પદાધિકારીઓના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ. હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસ થવી જોઈએ. તો જ વાસ્તવિકતાઓનો ખ્યાલ આવશે.
અમરેલીના રાજકારણમાં ભૂકંપ
અમરેલી ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારની પ્રતિક્રિયા આવી સામે આવી છે. વાયરલ પત્ર સાથે હવે કાંડ શબ્દ જોડાઈ ગ્યો છે અને દિવસે'ને દિવસે વધુ વકરતો જાય છે. પત્ર સાચો કે ખોટો, એ અંગે મારે કાઈ કહેવું નથી, પણ ફરિયાદ બાદ કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે. ગુજરાત સરકાર આમાં ગંભીર છે અને સીટની રચના કરી નિર્લિપ્ત રાયને તપાસ સોંપાઈ પણ અહેવાલ બાકી છે. દિલીપ સંઘાણીના હાઇકોર્ટના નિવૃત્ત જજ, સીટીંગ જજ દ્વારા તપાસ થાય તેને મારો ટેકો છે.
નિષ્પક્ષ ગણાતા ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારની પ્રતિક્રિયાથી ફરી અમરેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.