ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિમણુંક માટે સુપ્રીમની કોલેજીયમે 4 જ્યુડિશિયલ ઓફિસરના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો - ગુજરાત હાઈકોર્ટના જજ તરીકેના નામનો પ્રસ્તાવ મંજૂર
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં અગામી 15 દિવસમાં બે જજ નિવૃત થઈ રહ્યાં છે. ત્યારે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે 4 જ્યુડિશિયલ ઓફિસરને જજ તરીકે નિમણુંક આપવા અંગે પ્રસ્તાવ મંજૂર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગામી 15 થી 20 દિવસમાં હાઈકોર્ટના બે જજ નિવૃત થશે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ.આર બ્રહ્મભટ્ટ અને હર્ષા દેવાણી નિવૃત થતાં હોવાથી નવા 4 જજોની પંસદગી માટે નામોના પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 12મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં 4 નવા જજ માટેના નામનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા હતા.