પોરબંદરમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઇ લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો - જિલ્લા પંચાયત પ્રમુખ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 18, 2020, 2:38 AM IST

પોરબંદરઃ શહેરમાં 17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઇ લોન્ચિંગનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બિરલા હોલ ખાતે યોજાયો હતો. પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે CM વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ લોન્ચિંગ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ બેન્કો સાથે MoU પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલાઓ માટે 1 લાખ સુધીની લોન પોરબંદર શહેરી વિસ્તારના 4 જૂથો માટે કુલ 4 લાખ લોનના પ્રાથમિક મંજૂરી પત્ર મહિલાઓને અર્પણ કરવામાં આવ્યા હતા. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારની 4 જૂથો માટે કુલ 4 લાખની લોનની પ્રાથમિક મંજૂરી પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા પંચાયત પ્રમુખ અને લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.