પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: કરજણ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને જીતાડવા સાંસદ મનસુખ વસાવાની અપીલ - Karjan seat candidate
🎬 Watch Now: Feature Video
કરજણ/વડોદરા: રાજ્યમાં આગામી 3 નવેમ્બરના રોજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પહેલાં આજે મંગળવારે કરજણ તાલુકામાં ભાજપના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં પાર્ટી કાર્યકરોની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને જીતાડવા માટે પાર્ટી કાર્યકરોને કામે લાગી જવા અપીલ કરી હતી. આ બેઠકમાં ભરૂચ તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયેશ સોજીત્રા, ભરૂચ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ, મારૂતિસિંહ અતોદરિયા, સોહેલ પઠાણ, રાકેશ વસાવા, રમણીક પેન્ટર, સલીમ વકીલ, તેમજ વલણ જિલ્લા પંચાયત બેઠકની હદમાં આવતા તમામ ગામોના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.