કચ્છમાં સવાર-સાંજ શિયાળાની પકડ, બપોર બાદ ગરમીનો અહેસાસ - undefined
🎬 Watch Now: Feature Video
કચ્છ: રાજ્યમાં શિયાળીની ઋતુએ પકડ લીધી છે, ત્યારે શિયાળાની જમાવટ હજુ પણ જારી છે. વિદાય લઈ રહેલા શિયાળા વચ્ચે પણ કચ્છના કાશ્મીર નલિયામાં તાપમાનનો પારો 9.2 ડિગ્રીએ સ્થિર છે. સતત પાંચ દિવસથી નલિયામાં સિંગલ ડિગ્રી ઠંડી નોંધાઇ રહી છે. જોકે કચ્છના અનેક ભાગોમાં બપોરે સૂર્યનારાયણને હાજરીને પગલે જનજીવનના ઠંડીના મારાથી રાહત મળતી થઇ છે. હવામાન વિભાગે પણ બે દિવસમાં તાપમાનનો પારો વધુ ઉચકાશે તેવું અનુમાન લગાવ્યું છે. જોકે હજુ સવારે અને સાંજ શરૂ થતાં જ ની સાથે જ શિયાળાની પકડ જોવા મળી રહી છે. દરમિયાનમાં આજે ભુજમાં 11.2 ડિગ્રી અને કંડલામાં 12.5 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.
TAGGED:
kutch winter