મોરબી પાલિકામાં રાજકીય ઘમાસાણ વચ્ચે બજેટ નામંજૂર - તુ તુ મે મે
🎬 Watch Now: Feature Video
મોરબીઃ નગરપાલિકાનું બજેટ મંજૂર કરવાનું બાકી હોવાને કારણે શુક્રવારે જનરલ બોર્ડ મળ્યું હતું. આ બોર્ડની અધ્યક્ષતા મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ કરી હતી. જો કે, આ જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તુ તુ- મેં મેં થઈ હતી. જે બાદ ભાજપ દ્વારા આ બજેટ નામંજૂર કરવા માટે માગ કરવામાં આવી હતી. જેમાં મંજૂર કરવાના પક્ષને 14 મત મળ્યા હતા. જ્યારે નામંજૂર કરવાના પક્ષમાં 18 મત પડ્યા હતા. જે કારણે બજેટ મંજૂર થઈ શક્યું ન હતું.