ધારાસભ્ય નૌશાદ સોલંકીનું ટ્વિટ, ઓક્સિજન પુરવઠો આપો નહી તો મૃતદેહો કલેક્ટર કચેરી ખાતે લાવીશું - Surendranagar daily NEWS
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: જિલ્લાના દસાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના દર્દીઓની સારવાર માટે 25 બેડની સુવિધા તૈયાર કરવામાં આવી છે. જોકે, તમામ બેડ પર હાલ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં ન આવતો હોવાથી ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ટ્વિટ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર, આરોગ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના ઉચ્ચ હોદ્દેદારોને ચિમકી આપી હતી. ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, જો તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજનનો પુરવઠો નહિ પૂરો પાડવામાં આવે, તો ઓક્સિજનની અછતથી મૃત્યુ પામનારા દર્દીઓના મૃતદેહ કલેક્ટર કચેરી લાવવામાં આવશે.