અમદાવાદઃ આર્મી જવાનની અંતિમયાત્રામાં ધારાસભ્ય જોડાયા - જગદીશ વિશ્વકર્મા
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે ફરજ બજાવતા સૈનિક રજનીશ પટણી ફરજ ઉપર શહીદ થયા છે. તેમના મૃતદેહને સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં આર્મીના જવાનો ઉપરાંત પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ સાથે જ શહીદની બહેન અને પિતાએ સૈનિકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની અંતિમ યાત્રામાં ધારાસભ્ય જગદીશ પટેલ અને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ દુઃખદ પ્રસંગે તેમણે સૈનિકના પરિવારને દિલસોજી પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.