રાજકોટમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી, ભાવિકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ - શિવરાત્રી મહોત્સવ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6158624-thumbnail-3x2-rtc.jpg)
રાજકોટઃ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રાજકોટના વિવિધ શિવ મંદીરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે રાજકોટના સ્વયં ભુ રામનાથ મહાદેવ ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મહાદેવને રિઝવવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. જ્યારે મહાશિવરાત્રી હોય ભક્તોએ ભાંગના પ્રસાદની મજા માણી હતી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજકોટમાં ભારે વરસાદ દરમિયાન રામનાથ મંદિરના બન્ને કાંઠે વરસાદી પાણી જોવા મળ્યું હતું અને જાણે શિવને વરસાદ દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાય હતા.