મહેસાણાની મહિલાઓ આશા વર્કરોની રાજ્ય વ્યાપી હડતાલમાં જોડાઈ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - કલેક્ટરને આવેદનપત્ર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5645244-thumbnail-3x2-mahesa.jpg)
મહેસાણાઃ રાજ્યમાં આશાવર્કરો દ્વારા સરકારની અનેક સેવાઓ ગામે ગામ અને જન જન સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે પાયાની સેવાઓ લોકો સુધી પહોંચાડનાર આશા વર્કરોને પોતાની કેટલીક સમસ્યાઓ અને જરૂરી પદ્ધતિ વિકસાવવા માટે સરકાર પાસે રજૂઆતો કરવામાં આવેલી છે. પરંતુ તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ ન આવતા આશા વર્કરોએ રાજ્ય વ્યાપી હડતાલ યોજી હતી. જેમાં મહેસાણા જિલ્લાના કડી સહિતના તાલુકાની આશા વર્કરો જોડાઈ હતી. આશા વર્કરો દ્વારા કલેક્ટર કચેરી પર પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં 14 જેટલા મુદ્દાઓ પર આશાવર્કરોની માંગણી સરકાર સુધી રજુઆત કરી વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
Last Updated : Jan 9, 2020, 6:48 AM IST