Mehsana Gram Panchayat Election 2021: 107 ગામમાં મતદાન શરૂ, 2.86 લાખ મતદારો કરશે મતદાન - મહેસાણા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન
🎬 Watch Now: Feature Video
મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી (Mehsana Gram Panchayat Election 2021) માટે કડકડતી ઠંડીમાં સવારે 7 વાગ્યાથી મતદાન (Voting for Mehsana Gram Panchayat Election) શરૂ થઈ ગયું છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની (Mehsana Gram Panchayat Election Voters) લાંબી લાઈન જોવા મળી રહી છે. અહીં 162 પૈકી 42 ગ્રામ પંચાયત સમરસ થતા (Mehsana Samaras Gram Panchayat) 107 ગામમાં આજે મતદાન થશે. જ્યારે 104 સરપંચની બેઠક માટે 315 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત 362 વોર્ડની બેઠકો સામે 844 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. તો જિલ્લામાં 207 સંવેદનશીલ અને 21 અતિસંવેદનશીલ મતદાન મથક છે. ચૂંટણી પ્રક્રિયા માટે 2,085 પોલિંગ સ્ટાફ અને 1,600 પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. તો જિલ્લામાં કુલ 2,86,371 મતદારો છે. આ વખતે સરપંચ માટે ગુલાબી બેલેટ અને સભ્યો માટે સફેદ બેલેટ પેપર રાખવામાં આવ્યા છે. અહીં વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.