માંધાતાસિંહજીના રાજતિલક સમારોહમાં શેનો નોંધાયો વર્લ્ડ રેકોર્ડ? જૂઓ અહેવાલ... - બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાની રાજતિલક વિધિ સમારોહ બુધવારના રોજ ત્રીજો દિવસ હતો. રણજીત વિલાસ પેલેસમાં જગત કલ્યાણ માટે પૃષ્ટિ હોમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહૂતિ આપી તેમજ 51 બ્રાહ્મણો દ્વારા 100 જુદી-જુદી ઔષધી 51 તીર્થોથી આવેલા જળ દ્વારા માંધાતાસિહનો અભિષેક કરવામાં આવ્યો હતો. મંગળવારના રોજ એક વર્લ્ડ રેકોર્ડ થયા બાદ બુધવારના રોજ પણ વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. 51 બ્રાહ્મણો દ્વારા અભિષેકનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. રેકોર્ડ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ ટીમ આવી હતી, રાજતિલક સમારોહમાં આજે જળ ઔષધિઓ સાથે 14 પ્રકારની માટીનો અભિષેક કરવામાં આવ્યો હતો.