ટ્રાફિક પોલીસનો દંડ ભરવા માટે યુવકે માંગી ભીક્ષા, ચિલ્લર એકઠું કરી દંડ ભરવા પહોંચ્યો - હિંમતનગર
🎬 Watch Now: Feature Video
અરવલ્લી : મેઘરજની એક મસ્જિદમાં કામ કરતા બાંગી સિકંદરશા કાલુશા ફકીર મોડાસાથી મેઘરજ પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ટ્રાફિક પોલીસે તેમને અને અન્ય 5 બાઈક ચાલકોને અટકાવી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સિકંદરશાના જણાવ્યા મુજબ અન્ય 4 બાઈક ચાલકોને 500 રૂપિયા અને તેમને રૂપિયા 9,500નો દંડ ટ્રાફિક નિયમનની વિવિધ કલમો હેઠળ ફટકાર્યો હતો. તેમને પોલીસને પોતાની નબળી પરિસ્થિતિ અંગે જણાવી 500 રૂપિયા દંડ આપવા આજીજી કરી હતી. તેમ છતાં ટ્રાફિક પોલીસે દંડની રકમ ઓછી કરવાના બદલે રૂપિયા 9.5 હજારનો મેમો પકડાવી દીધો હતો. સિકંદરશાની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાને લઇ તેમને રકમ ભેગી કરવા લોકો પાસેથી એક-એક રૂપિયો માંગી એકઠી કરેલી ચિલ્લર કોથળામાં લઈ મોડાસા RTO કચેરી ખાતે પહોંચ્યા હતા. આ જોઇ RTO કચેરીમાં કામકાજ અર્થે આવેલા લોકો એકઠા થઈ ગયા હતા. જો કે, સિકંદરશાનું બાઇક સાબરકાંઠામાં રજિસ્ટર થયું હોવાથી ચિલ્લર સાથે તેમને હિંમતનગર જવા રવાના થયા હતા.