જૂનાગઢઃ માળીયા-હાટીનાનો વ્રજમી ડેમ ઓવરફલો, નવ ગામોને એલર્ટ કરાયા - rain news
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: માળીયા-હાટીના પંથકમાં સતત સાત દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે વ્રજમી ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ ઓવરફ્લો થતાં ડેમના બે દરવાજા બે ફુટ ખોલવામાં આવતા 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઇ છે. જૂનાગઢમાં માળીયા-હાટીનાનો વ્રજમી ડેમ ઓવરફ્લો થતાં બે દરવાજા બે ફુટ ખોલતાં નીચે વાળા નવ ગામોને એલર્ટ કરાયા છે.જેમાં નવા વાંદરવડ, જૂના વાંદરડ, દુધાળા, સરકડીયા, કડાયા, જાનડી, વડીયા, મોટી ધણેજ, નાની ધણેજ, ખોરાસા, ગડુ, સહિતના ગામોને કરાયા એલર્ટ સતત ત્રણ દિવસથી માળીયા હાટીના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે અને ગીર પંથકના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં વ્રજમી ડેમ થયો ઓવરફ્લો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા છે, લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના અપાઇ છે.