Year Ender 2021 : ઘરે ક્રિસ્પી અને ક્રન્ચી રોઝ કૂકીઝ કેવી રીતે બનાવવી જાણો તેની રેસીપી - snacks
🎬 Watch Now: Feature Video

ક્રિસમસ સ્પેશિયલ સિરીઝમાં અમે તમારા માટે એક લોકપ્રિય વાનગીની રેસીપી લઈને આવ્યા છીએ. જેમા વાનગીનું નામ ક્રિસ્પી અને ક્રન્ચી રોઝ કૂકીઝની રેસીપી છે. આ વાનગી બનાવવી ખૂબ જ સરળ છે. આ વાનગી બનાવવા માટે ઈંડા, લોટ અને ખાંડની વપરાશ કરવામાં આવે છે. દક્ષિણ ભારતીય રાજ્યોમાં ખાસ કરીને કેરળમાં આ વાનગી ખૂબ જ લોકપ્રિય છે અને તેનું મૂળ સ્થાન માનવામાં આવે છે. જ્યારે ઈતિહાસનો અભ્યાસ કરીએ તો તે યુરોપિયનો હતા જેમણે ભારતીયોને પકવવાનું શીખવ્યું હતું. તેલુગુમાં ગુલાબી પુવવુલુ, તમિલમાં અચુ મુરુક્કુ અને મલયાલમમાં અચપમ કહેવામાં આવે છે. આજના સમયમાં આ કૂકીઝ એટલી લોકપ્રિય બની ગઈ છે કે, ક્રિસમસ પર જ નહીં આખા વર્ષ દરમિયાન આ કુકીઝ ઉપલબ્ધ રહે છે. આ મીઠી તળેલી કૂકીઝનો આકાર ગુલાબ જેવો હોય છે.