ઝાલાવાડમાં 'જોરાવર કા રાજા' ગણપતિને 100 કીલોના લાડુનો પ્રસાદ ધરાયો - જોરાવર કા રાજા
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: સમગ્ર રાજ્યમાં ભાદરવા સુદ ચોથથી ઠેર ઠેર ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક વિસ્તારોમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોરાવરનગર ખાતે 'જોરાવર કા રાજા' નામના ગણેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો, ત્યારે ચાલુ વર્ષે પણ આ ગણેશ ઉત્સવનું 9 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે જોરાવરનગરનો 100મો જન્મ દિવસ હોવાથી 100 કિલોના લાડુની પ્રસાદી ગણેશજીને ધરવામાં આવી હતી. આ 100 કિલોનો લાડુ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા. તો કોઈપણ જાતના ડોનેશન વગર 'જોરાવર કા રાજા' નામના ગણેશ ઉત્સવના આયોજન દ્વારા સમાજમાં સેવા અને ભક્તિનો અનોખો સંદેશો આયોજકો દ્વારા આપવામાં આવે છે.