મહેસાણામાં જનતા કરફ્યૂને લોકોનું સમર્થન, જિલ્લો જડબેસલાક બંધ - Mahesana
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ જિલ્લામાં સામાન્ય સંજોગોમાં રોજિંદા વ્યવહાર માટે રસ્તાઓ અને બજારો સહિત જાહેર જગ્યાઓ પર ખૂબ ભીડ જામતી હોય છે. જો કે, આજે કોરોના વાઇરસની મહામારી સામે જનતા કરફ્યૂના એલાનને પગલે જિલ્લામાં રવિવારની રજા વચ્ચે પરિવહન સેવાઓ સદંતર બંધ છે. બીજી તરફ માત્ર સવાર પૂરતા કેટલાક દુકાનદારો લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવા માટે પોતાની દુકાન ખુલ્લી રાખી થોડા સમય બાદ દુકાનો બંધ કરી જનતા કરફ્યૂને સમર્થન કરી રહ્યા છે. તો વહીવટી અને આરોગ્ય તંત્ર પણ આ વાઇરસની મહામારી અને સંક્રમણ વચ્ચે ખડેપગે રહી હોસ્પિટલો અને વિદેશથી આવેલા લોકો પર સતત નજર રાખી તકેદારીના પૂરતા પ્રયાસો કરી રહ્યું છે.