બોટાદ ખાતે પર્યુષણ મહાપર્વમા મહાવીર જયંતીની ઉજવણી કરાઈ - Mahavir Jayanti
🎬 Watch Now: Feature Video

બોટાદઃ પર્યુષણ પર્વ દરમિયાન બોટાદ ખાતે ભગવાન મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માતા ત્રિશલાને આવેલ 14 સ્વપ્નની ઉછામણી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુભગવંત દ્વારા ભગવાન મહાવીરનું જન્મ વાંચન કરવામાં આવેલ હતું. વાંચન બાદ ભગવાન મહાવીરનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે ભાવના રાખેલ હતી. આ સમગ્ર કાર્યક્રમમાં બોટાદ જૈન સંઘના ભાઈઓ બહેનો જોડાયેલા હતા અને ઉલ્લાસપૂર્ણ માહોલ અને આનંદમય વાતાવરણમાં પર્યુષણ મહાપર્વ દરમિયાનની મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.