'મહા' વાવાઝોડાની અસર રાજકોટના અનેક તાલુકાઓમાં વર્તાઇ - રાજકોટમાં મહા વાવાઝોડાની અસર
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ 'મહા' વાવાઝોડાની અસર રાજકોટ પંથકમાં જોવા મળી છે. સવારથી બપોર સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું, બપોર બાદ ધોરાજી અને જામકંડોરણામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં. આ ઉપરાંત જેતપુર અને ગોંડલ શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો, ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી), હડમતાળા, બિલિયાળા, ભુણાવા, લીલાખા, નવાગામ, અને જસદણ તાલુકાના અમુક ગામડાઓમાં પણ વરસાદ પડ્યો હતો. ગોંડલમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાનીની દહેશત થઇ છે.