લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણી મતગણતરી શરૂ - lunavada assembly
🎬 Watch Now: Feature Video
મહીસાગર: જિલ્લામાં વિધાનસભાની લુણાવાડા બેઠક માટે પેટા ચૂંટણી 21મીએ યોજાઈ હતી. જે સંદર્ભે આજે લુણાવાડામાં પી.એન. પંડ્યા આર્ટસ કોલેજ ખાતે મત ગણતરી શરૂ કરવામાં આવી છે. લુણાવાડા બેઠકની પેટા ચૂંટણી પરિણામને લઈને આજ સવારથી જ ત્રણેય પક્ષોના કાર્યકર્તાઓએ મતગણતરી કેન્દ્ર પર પરિણામ જાણવાની ઉત્સુકતા સાથે આવી પહોંચ્યા હતા. આ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.વિધાનસભા બેઠક માટે 2,68,107 જેટલા મતદારો હતા. લુણાવાડા પેટા ચૂંટણીમાં 1,37,902, મદારોએ મતદાન કરતા 51.23 ટકા મતદાન થયું હતું.હાલમાં 149 કર્મચારીઓ 14 ટેબલ પર 26 રાઉન્ડ પ્રમાણે મતગણતરી કરશે. જેમાં 357 બુથની મતગણતરી થશે. આજે ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવક, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબ સિંહ ચૌહાણ અને NCP ભરત પટેલનો ભાવી ફેંસલો નક્કી થશે.