વિવાદીત LRD સુનિતા યાદવે કહ્યું, માસ્ક માત્ર ફોર્મલિટી માટે પહેર્યું છે - ગુજરાતીસમાચાર
🎬 Watch Now: Feature Video
સુરત : વિવાદિત LRD સુનિતા યાદવનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટનસિંગ રાખવાની સલાહ આપનાર સુનિતા યાદવે વિવાદિત નિવેદન આપ્યું છે. સુનિતાએ રાજસ્થાનના જેસલમેરથી ફેસબુક લાઈવ કરી જણાવ્યું હતું કે, ત્યાં આટલી ગરમી છે કે, કોરોના તો શું કોરોનાનો બાપ પણ ત્યાં નહીં આવે. વાણી વિલાશ માટે પ્રખ્યાત થયેલી સુનિતાએ જણાવ્યું હતું કે ,તે માસ્ક માત્ર ફોર્મલિટી માટે પહેર્યું છે. પહેલા પણ સુનિતા યાદવ વિવાદમાં આવી ચૂકી છે. સુનિતા યાદવે રાજીનામાં આપવાની વારંવાર વાત કરી હોવા છતાં અત્યાર સુધી રાજીનામું આપ્યું નથી.