પાટણમાં લોકસભાની મતગણતરીને લઈ વહીવટી તંત્ર સજ્જ - election
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3356166-thumbnail-3x2-patan.jpg)
પાટણ: લોકસભા ચૂંટણીની મત ગણતરીને હવે ગણતરીના કલાકોનો સમય બાકી છે. ત્યારે મત ગણતરીની પ્રક્રિયાને લઈ વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પાટણ નજીક કતપુર ખાતે સરકારી એન્જીનિયરીંગ કોલેજ ખાતે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં 1200 જેટલા કર્મચારીઓ સહિત સુરક્ષા દળ તૈનાત રહેશે. મત ગણતરી બે જુદા જુદા બિલ્ડીંગમાં હાથ ધરવામાં આવશે. જેમાં પાટણ,સિદ્ધપુર,ચાણસ્મા,રાધનપુર સહિત કાંકરેજ,વડગામ અને ખેરાલુ વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થયો છે. જેને લઈ કતપુર એન્જીનિયરીંગ કોલેજ ખાતે ચૂંટણી મત ગણતરીનો ધમધમાટ જોવા મળ્યો હતો.