વાપી નજીક નામધામાં બિરાજમાન છે દેવાધિદેવ ગુપ્તેશ્વર મહાદેવ - દમણગંગા
🎬 Watch Now: Feature Video
વાપી: શહેર નજીક દમણગંગા નદી કિનારે દેવાધિદેવ મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવમાં ભક્તો અનેરી શ્રદ્ધા ધરાવે છે. નામધા ગામમાં આવેલ આ શ્રી ગુપ્તેશ્વર મહાદેવ 1954થી અહીં બિરાજમાન છે. નામધા ગામના મનુભાઈ દેસાઈને ભોળાનાથ સપનામાં આવ્યાં હતા અને તે બાદ અહીં મહાદેવની સ્થાપના કરી ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરમાં બિરાજમાન મહાદેવ ગુપ્ત રીતે મળ્યા હતાં. તેથી તેનું નામ ગુપ્તેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. મંદિરમાં દરરોજની નિત્ય આરતી કરવામાં આવે છે. મહાપર્વ દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવે છે. વાપી, વલસાડ, નવસારી અને મુંબઈથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે.