દાહોદ: લીમખેડા પોલીસ સ્ટેશન વિભાગમાં ત્રણ ગામોનો સમાવેશ - dahod news today
🎬 Watch Now: Feature Video
દાહોદઃ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જેસાવાડા નવીન પોલીસ સ્ટેશનની દરખાસ્ત વખતે લીમખેડા તાલુકાના ત્રણ ગામોનો જેસાવાડા પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ત્રણેય ગામનો વધુ પડતો સામાજિક આર્થિક વ્યવહાર લીમખેડા મુકામે થતો હોવાના કારણે લોકોને ફોજદારી કાર્યવાહીમાં મુશ્કેલી પડતી હતી. જેથી ઉચ્ચકક્ષાએ રજૂઆત બાદ ગૃહ વિભાગ દ્વારા ત્રણે ગામોના લીમખેડા પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરી તમામ કામગીરી તબદીલ કરવામાં આવતા લોકોમાં આનંદ વ્યાપ્યો છે.