લીલી પરિક્રમાને લઈને વન વિભાગના નિર્ણયને આવકારતા પરિક્રમાર્થીઓ - કાર્તિક સુદ અગિયારસથી પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4990607-thumbnail-3x2-gir.jpg)
જૂનાગઢઃ જિલ્લામાં આદિ-અનાદિ કાળથી યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને 'મહા' વાવાઝોડાના ખતરાને લઈને કારતક સુદ અગિયારસથી શરૂ થઇ રહેલી પરિક્રમાને લઈને જિલ્લા વહીવટીતંત્ર અને જૂનાગઢ વન વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેને પરિક્રમા કરવા આવનાર યાત્રિકો વધાવી રહ્યા છે. ધાર્મિક પરંપરા મુજબ કારતક સુદ અગિયારસની મધ્યરાત્રીએ પરિક્રમાની શરૂઆત થતી હોય છે. તે મુજબ 8,11,2019 રાત્રે 12:00 વાગ્યે પરિક્રમાનો શુભઆરંભ કરવામાં આવશે.