ગંદકીથી ખદબદી રહેલી લાખા વણજારાની ‘વણજારી વાવ’, જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
મોડાસાઃ ગંદકીથી ખદબદતી વાવને જોઇને કોઇને પણ સુગ ચડે, પરંતુ આ કોઇ સામાન્ય વાવ નથી. મોડાસાના હાર્દસમા વિસ્તારમાં આવેલી વણજારી વાવ છે. 15મી સદીમાં લાખા વણજારાએ પાણીની સમસ્યાને નિવારવા વાવ બંધાવી હતી. જે આજે કચરા પેટીમાં ફેરવાઇ ગઇ છે. વણજારી વાવની અંદર નાથ સંપ્રદાયના શિલાલેખ, વિષ્ણુ શેષનાગ, હનુમાનજી જેવા અનેક દેવી-દેવતાઓ પ્રતીક કોતરાવવામાં આવ્યા છે. આ વાવનું ઐતિહાસિક જ નહીં, પરંતુ ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. તેમ છતાં આ સ્મારકની બદહાલત તંત્રની ઘોર લાપરવાહીનું એક ઉદાહરણ છે.
Last Updated : Jun 2, 2019, 3:33 PM IST