ETV Bharat / bharat

આંધ્ર પ્રદેશના અનંતપુરમાં બસે રીક્ષાને મારી ટક્કર, 7 મજૂરોના મોત, 6 અન્ય ઈજાગ્રસ્ત - ROAD ACCIDENT

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે અને અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2024, 9:36 PM IST

અનંતપુર: રાજ્ય માર્ગ પરિવહન નિગમ (APSRTC)ની બસે શનિવારે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ખેતમજૂરોને લઈ જતી ઓટોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઘટના અનંતપુર જિલ્લાના ગરલાડિન્ન મંડલમાં બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, બસની ટક્કર પછી, બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા અને ત્રણ અન્ય લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા.

પોલીસે જણાવ્યું કે જિલ્લાના કુટલૂર મંડળના નેલ્લુતલા ગામના 12 ખેતમજૂરો કામ માટે એક ઓટોમાં ગરલાડિન્ન આવ્યા હતા. કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવતી આરટીસી બસે ઓટોને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઘાયલ કામદારોને અનંતપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ થઈ ગઈ છે. દરમિયાન એસપી જગદીશ અને ડીએસપી વેંકટેશ્વરલુએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે આરટીસી ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને કેસ નોંધી ઘટનાની તપાસ હાથ ધરી છે. કલેક્ટર વિનોદ કુમારે મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે.

સીએમ ચંદ્રબાબુએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ આ દુ:ખદ માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. સીએમ નાયડુએ આશ્વાસન આપ્યું કે, સરકાર પીડિતોના પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડશે. તેમણે દરેક મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. સીએમ નાડુએ સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો.

આ પણ વાંચો:

  1. 'મહારાષ્ટ્રએ કોંગ્રેસના જુઠ્ઠાણાને નકારી કાઢ્યું છે', PM મોદીએ કહ્યું
  2. 'ચાલો બધાના પૈસા પાછા આપો...', કોચમાં 15 રૂપિયાની પાણીની બોટલ 20માં વેચવી ભારે પડી, કેટરિંગ કંપનીને 1 લાખનો દંડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.