અમદાવાદ: ગુજરાતમાં કેટલા અંતરિયાળ ગામડાઓ આવેલા છે, જ્યાં આજે પણ છોકરીઓનો શિક્ષણદર ખૂબ જ ઓછો છે. જેના ઘણા અલગ અલગ કારણો હોઈ શકે છે. જેમ કે છોકરીઓને નાની ઉંમરે પરણાવી દેવું, તેમની સાથે કંઈ અનિયમિત ઘટે નહીં તેની માટે દૂર શાળાએ મોકલવા નહીં, લોકોની છોકરીઓ પ્રત્યેની રૂઢિચુસ્ત વિચારસરણી વગેરે કારણોસર તેમનો વિકાસ અટકી જાય છે.
પરંતુ, ઝાંપ ગામની દીકરીઓએ આ બધી જ મુશ્કેલીને એકબાજુ મૂકી પોતાનો એકમાત્ર લક્ષ્ય બનાવી દીધો છે. અમદાવાદને છેડે આવેલું ઝાંપ ગામ હૉકી રમતી છોકરીઓના ગામ તરીકે ઓળખાય છે. ત્યાં સરકારી શાળાની 200થી વધુ છોકરીઓ હૉકી રમે છે. ગામમાં અગાઉ છોકરીઓ પ્રથમિક શાળા સુધી માંડ ભણતી હતી.અને હવે હૉકીને લીધે છોકરીઓનો શિક્ષણદર વધ્યો છે અને ઊચ્ચ અભ્યાસ કરતી થઈ છે. તો ચાલો જોઈએ અને જાણીએ કઈ રીતે હૉકીએ એક ગામને ઓળખ અપાવી અને કન્યાઓનો શિક્ષણદર વધાર્યો.
2011માં શાળામાં હોકીની શરૂઆત થઈ હતી. પહેલા 250 જેટલી છોકરીઓ શાળામાં ભણવા માટે આવતી હતી અને હવે 350થી વધુ છોકરીઓ શાળામાં દરરોજ આવે છે. જેનું એકમાત્ર કારણ હોકીની રમત છે.

- વૈષ્ણવી જે આ હોકીની રમતને પ્રથમ સ્વીકારી હતી તેને જણાવ્યું કે, 'અન્ય ગામની જેમ ઝાંપમાં પણ 12 કે 13 વર્ષની ઉંમરે છોકરીઓને પરણાવી દેવામાં આવતી હતી. હોકી આવવાથી છોકરીઓ વધુ પ્રમાણમાં શાળાએ આવે છે અને ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે કોલેજ કે અન્ય ક્ષેત્રમાં નામ નોંધાવે છે.' વૈષ્ણવીનું સપનું છે કે તે અહીં સુધી સીમિત રહેવા માંગતી નથી તે ખૂબ જ આગળ વધવા માંગે છે.
- તેને વધુમાં જણાવ્યું કે, અમારા ગામને પહેલા ખાસ કોઈ જાણતું ન હતું, પરંતુ અમે જ્યારથી હોકી રમાવનું ચાલુ કર્યું ત્યારથી સૌ કોઈ અમારા ગામમાં આવીને હોકી રમવાનું પસંદ કરે છે. ભારતના અલગ અલગ રજોયો જેવા કે કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થી હોકી કોચ અમારી હોકી ની રમતને જોવા માટે આવે છે.
શાળની વિધ્યાર્થીની પૂજાનું કહેવું છે કે, "એક ડગલું ભર્યા બાદ હવે અમારે પાછળ જોવું જ નથી, અહીંથી અમારે ખૂબ જ આગળ વધવું છે. જયારે અમે હોકી રમવા મેદાનમાં ઊતરીએ ત્યારે અમને ઘરની યાદ જ આવતી નથી કે ઘરે જવાનું મન પણ નથી થતું."
આ દરેક છોકરીઓનાં મોતા - પિતા ઈચ્છે છે કે તેમની છોકરીઓ સ્કૂલમાં ભણવાની સાથે સાથે હોકીમાં આગળ વધે. ભલે બાકીની દીકરીઓને વહેલા પરણાવી દીધી પરંતુ હવે તેઓ બાકીની દીકરીનું હોકીમાં ઉજ્જવળ ભવિષ્ય જોવા માંગે છે.
આ શાળામાં છોકરીઓને હોકીની તાલીમ આપતા પ્રવીણભાઈ પટેલનું કહેવું છે કે, પહેલા ધોરણ 10માં ભણતી વિધાર્થીનીઓમાં માત્ર 7 કે 8 છોકરીઓ દરરોજ શાળાએ આવતી હતી, પરંતુ હાલમાં હોકીના કારણે ગામની મુખ્યત્વે દીકરીઓ ઉચ્ચ અભ્યાસમાં આગળ વધે છે.
જયંતીભાઈ ગોહેલ જેમની દીકરી અહીં શાળામાં અભ્યાસ કરે છે તેમનું કહેવું છે કે, મારી દીકરી હોકી રમે છે અને આગળ તેમ ભવિષ્ય બનાવવું છે, નોંધનીય છે કે, ઝાંપ ગામની 14 છોકરીઓએ જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે.
વેલજીભાઈનું કહેવું છે કે "અમારા કુટુંબમાં 7 પઢીઓમાંથી કોઈપણ રમતક્ષેત્રે આગળ વધ્યું નથી, પણ હવે અમારી દીકરી રાજ્ય સ્તરે હોકી રમી શકે તેવી ક્ષમતા મેળવી લીધી છે. જેથી મને ખૂબ જ ગર્વ થાય છે.
- અમદાવાદના અંતરિયાળ ગામની આ છોકરીઓ જ્યારે હોકી લઈને મેદનમાં દોડે છે ત્યારે સમગ્ર સમાજ આગળ વચે છે. પરંતુ જો આ છોકરીઓને વધુ સારી હોકી રમાવા માટે હોકીના ઉત્તમ સંસાધનો મળવા ખૂબ જ જરૂરી છે, ત્યારે જ તેઓ આગળ વધી શકે છે.
આ પણ વાંચો: