હૈદરાબાદ: રાજ્યમાં ગરમીનો પારો વધ્યો હોય તેવું હવામાન ફેરવાયું છે. ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં જ લોકોને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. સામાન્ય રીતે કેલેન્ડર પ્રમાણે ગરમીની ઋતુ ચાર મહિના માટે હોય છે. માર્ચ, એપ્રિલ, જૂન અને જુલાઈ. જોકે હજી ફેબ્રુઆરી મહિનો સમાપ્ત થયો પણ નથી પરંતુ ગરમીમાં વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં વધતા તાપમાનની વાત કરીએ તો, મળતી માહિતી અનુસાર લઘુત્તમ તાપમાને 20 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે. જ્યારે મહત્તમ તાપમાનની વાત કરીએ તો 35 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે. આ આંકડા દર્શાવે છે કે, ગરમીની શરૂઆત પહેલા આટલું તાપમાન છે તો ગુજરાતમાં આવનાર દિવસોમાં તાપમાનમાં વધારો થશે તેની શક્યતા પ્રબળ છે.

આ ઉપરાંત આગામી પાંચ દિવસ માટે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા લઘુત્તમ અને મહત્તમ તાપમાન કેટલું રહેશે તેનો ડેટા બહાર પાડવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે.
આમ, ફેબ્રુઆરી મહિનાને પૂર્ણ થવામાં માત્ર 9 દિવસ બાકી છે. ત્યારબાદ માર્ચ મહિનો શરૂ થશે. જે ગરમીની ઋતુનો મહિનો છે. આ દરમિયાન તાપમાન વધુ ઊંચું જશે તેવી સંભાવના છે. આમ રાજ્યમાં ઠંડી હવે ધીમે ધીમે ઘટી રહી છે. અને ઉનાળાની ઋતુ હવે માત્ર 9 દિવસ દૂર છે.
આ પણ વાંચો: