આણંદમાં ગણેશ રેલ્વે ફાટક પાસે ટ્રેનની અડફેટે મહિલાનું મોત - આણંદ ગણેશ રેલ્વે ફાટક
🎬 Watch Now: Feature Video

આણંદઃ શહેરના ગણેશ રેલ્વે ક્રોસિંગ પાસે એક મહિલાનું અકસ્માતમાં મોત થયું છે. જે અંગે સ્થાનિક પોલીસ દ્વારા આકસ્મિક મોતનો ગુન્હો દાખલ કરી તાપસ હાથ ધરવામાં આવી છે. આણંદથી ખંભાત ડેલી અપડાઉન કરતી ડેમુ ટ્રેનની અડફેટે એક મહિલાનું મૃત્યુ થવા પામ્યું છે, અચાનક ટ્રેન સામે આવીને ટ્રેનની અડફેટેમાં આવી જતા, આ મહિલા ગંભીર રીતે ઘવાય હતી અને ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાની ઓળખ કર્યા બાદ પરિવારને જાણ કરવામાં આવી હતી, જ્યાં મહિલાની ઓળખ એડેલીન પર્શિ દેસાઈ ખુલવા પામ્યું હતું, જે ના મોત પાછળ અકસ્માત છે કે આત્મહત્યા તે વિષય પર હાલ પોલીસ દ્વારા તાપસ હાથ ધરી રહી છે. વધુ તપાસમાં બહાર આવે તેવી શક્યતાઓ છે.