હાઈકોર્ટે સ્ટે આપતા કિશોર ચીખલીયાને મોટી રાહત, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કિશોર ચીખલીયા યથાવત - મોરબી સમાચાર
🎬 Watch Now: Feature Video
મોરબી: મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ જમીન બિનખેતી કરવા માટે 8 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. મામલે ACBમાં ગુન્હો નોંધાયા બાદ તે વખતના કારોબારી ચેરમેન અને હાલ જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જામીન મુક્ત થયા હતા.લાંચ માંગી હોવાના ખુલાસા બાદ વિકાસ કમિશ્નરે કાર્યવાહી કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કિશોરભાઈ કાર્યરત હોય જેથી સાક્ષીઓને પ્રભાવિત ના કરી શકે તેવા હેતુથી પ્રમુખ પદ પરથી બરતરફ કરાયા હતા. જે મામલે હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. જેથી કિશોર ચીખલીયા હવે પ્રમુખ પદે યથાવત રહેશે.