વડોદરા: કિશનવાડીના વુડાના મકાનો થયા જર્જરિત, સ્થાનિકોએ ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપ - વુડાના ઘર
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનો જર્જરિત થઇ જતાં લાભાર્થીઓમાં પાલિકા વિરૂદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આક્રોશ સાથે સ્થાનિકો કોન્ટ્રાક્ટર અને પાલિકાની મિલીભગતના આક્ષેપ કરી રહ્યા છે. અહીંયા તંત્ર દ્વારા 3000થી વધુ મકાનો બનાવવામાં આવ્યાં છે. જેમાં આવેલા 99 બ્લોકમાં 10 હજારથી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણી ડ્રેનેજ તેમજ સફાઈના અભાવે લાભાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી અને પરિસ્થિતિ જેમની તેમ જ છે અને સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, ત્યારે તેઓની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે. લાભાર્થીઓના મકાનની છતના પોપડા ખરી પડતા લોકોને ઇજા થવાના બનાવો સામે આવ્યા છે. આ ઉપરાંક તેમજ મકાનોમાં મસ મોટી તિરાડો પડતાં લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.