લોક ગાયક કીર્તિદાન ગઢવીએ કોરોના વાયરસ પર બનાવ્યું ગીત - ભારતમાં કોરોના વાયરસ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ કોરોના વાયરસને લઈને વધુમાં વધુ લોકો જાગૃત થાય, તે માટે વિખ્યાત લોક ગાયક કીર્તિદાન ગઢવીએ ગીત બનાવ્યું છે. હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ આ ગીત લખ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં આ ગીત વાયરલ થઈ રહ્યું છે. જેને લઈને ETV BHARAT દ્વારા કીર્તિદાન સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં કીર્તિદાને લોકોને વધુમાં વધુ જાગૃત થવા અપીલ કરી હતી.