જૂઓ તો ખરા.. આ સોનીનો કપીરાજ પ્રત્યેનો અનોખો પ્રેમ - Gujarati video
🎬 Watch Now: Feature Video

જો આપણે ઇતિહાસની વાત કરીયે તો તેમાં વાંદરાઓને આપણા પૂર્વજો તરીકે ઓળખવામાં આવ્યા છે. માટે જ માણસ અને વાનર વચ્ચે હજારો વર્ષો જૂનો સંબંધ રહેલો છે. અમદાવાદના વતની અને નારોલ વિસ્તારમાં રહેતા સ્વપ્નિલ સોની નામના વેપારીનો છેલ્લા 10 વર્ષથી વાંદરાઓ સાથે બીજા સામાન્ય માણસોની સરખામણીએ કંઈક અલગ જ સંબંધ બંધાયો છે. તેઓ દર અઠવાડિયે 500 કરતા પણ વધારે વાંદરાઓને 1700 જેટલી રોટલી અને ફ્રૂટ પોતાના હાથે જ ખવડાવે છે. જાણો આ વાંદરાઓને રોટલી ખવડાવવાની પ્રેરણા તેમને ક્યાંથી મળી અને કેટલા વર્ષોથી આ જીવદયાનું કામ કરે છે.