CM રૂપાણીએ શરૂ કરાવ્યો કાંકરિયા કાર્નિવલ-2019 - kakriya ride case
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરમાં ક્રિસમસથી શરૂ થઈ 31st સુધી ચાલતા કાંકરિયા કાર્નિવલની બુધવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂઆત કરાવી. મુખ્ય પ્રધાને આ કાર્નિવલને ખુલ્લો મૂક્યો. આ સમયે તેમની સાથે સરકારના અનેક પ્રધાનો ઉપસ્થિત રહ્યાં. આ પાંચ દિવસ માટે કાંકરિયાને વિશેષ રીતે શણગારાયું છે. જેમાં લાઈટીંગથી તેની શોભા ઘણી વધી ગઈ છે. આજે શરૂઆત સમયે અનેક રંગારંગી કાર્યક્રમો થયાં હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કોંગ્રસને આડે હાથ લેવાનું નહોતા ભૂલ્યા. તેમણે પોતાના વકત્વયમાં કોંગ્રેસને વિકાસ વિરોધી ગણાવી હતી. આ કાર્યક્રમની શરૂઆત તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2008માં કરાવી હતી.