કચ્છના નાના રણમાં જિંગાનું ઉત્પાદન 10 હજાર મેટ્રિક ટન થવાની શક્યતા - prawn Production in small desert
🎬 Watch Now: Feature Video

સુરેન્દ્રનગરઃ જિલ્લાના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્યની આ જગ્યા 4953 ચોરસ કિલોમીટર જેટલી છે. જેમાં 3500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાય છે. રણકાંઠાના વિસ્તારમાં રહેતા માછીમાર લોકો આ જિંગા પકડીને તેનું વેચાણ કરે છે અને સારી આવક મેળવે છે. આ રણ વિસ્તારમાં આવેલ માળિયા, વેણાસર જેવા ગામના માછીમારો આ જિંગા પકડીને તેનું વેચાણ કરે છે. માછીમારો આખી રાત આ રણની અંદર હોડી ચલાવીને જિંગા પકડીને લાવે છે. બજારોમાં લીલા અને સૂકા એમ બંને જિંગાની માંગ રહે છે. લીલા જિંગાનો ભાવ 70થી 90 રૂપિયા કિલો વેચાય છે. જ્યારે સુકવેલા અને સાફ કરેલ જિંગાનો ભાવ 250થી 500 રૂપિયા સુધીનો ભાવ પ્રતિ કિલોએ મળે છે. ચોમાસાની સીઝનમાં અંદાજીત દસ હજાર મેટ્રિક ટન જેટલું આ જિંગાનું ઉત્પાદન થાય છે. જેના ઉપર 500 જેટલા પરિવારોને રોજગારી મળી રહી છે. જિંગાની માંગ વિદેશમાં પણ હોવાથી આ જિંગા વિદેશમાં પણ જાય છે.