મહીસાગરવાસીઓએ જનતા કરફ્યૂને થાળી વગાડી સમર્થન આપ્યું - JantaCurfew
🎬 Watch Now: Feature Video
મહીસાગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા જનતા કરફ્યૂના સંદેશને મહીસાગર જિલ્લાવાસીઓએ સમર્થન આપ્યું હતું. આજના દિવસે જનતાએ સજ્જડ બંધ રાખ્યું હતું. રસ્તાઓ સૂમસામ બન્યા હતા. તેમજ બસના પૈડા થંભી ગયા હતા. સમગ્ર દિવસ દરમિયાન જનતા કરફ્યૂને પ્રચંડ સમર્થન મળ્યું છે. જનતા કરફ્યૂ દરમિયાન જિલ્લાના બજારો અને રહેણાંક વિસ્તારમાં સાંજના 5:00 કલાકે શેરીઓ અને રસ્તા પર જનતાએ થાળી વગાડી સમર્થન આપ્યું હતું.
Last Updated : Mar 22, 2020, 8:25 PM IST