જામનગરમાં આ વર્ષે કોરોના સંક્રમણને કારણે લોકમેળો નહીં યોજાય - coronavirus infection
🎬 Watch Now: Feature Video

જામનગર: શહેરમાં આ વર્ષે શ્રાવણ મહિનામાં યોજાતા લોકમેળાઓ મુલતવી રાખવામાં આવશે. ખાસ કરીને લોકમેળામાં લોકોની ભીડ એકઠી થતા કોરોના સંક્રમણ વધી શકે છે. તે માટે જનહિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગરમાં શ્રાવણ મહિનામાં દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકમેળાનું મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. જામનગર શહેરમાં કોરોનાનું લોકલ સંક્રમણ શરૂ થતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકમેળામાં લોકોની ભીડ એકઠી થતા કોરોના સંક્રમણના કેસો વધે તેવી દહેશતના કારણે શ્રાવણ મહિનામાં યોજાનારા મેળાઓ બંધ રાખવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે.