મોડાસાના ઉમિયા મંદિર ખાતે જન્માષ્ટમી નિમીતે અનોખી પ્રથા
🎬 Watch Now: Feature Video
અરવલ્લી :મોડાસામાં આવેલા મીની ઊંઝા ઉમિયા મંદિર ખાતે જન્માષ્ટમી નિમીતે કાન્હાને પારણે ઝુલાવવા માટે ભક્તો આવી પહોંચ્યા હતા, અને કાન્હાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરની ખાસ વાત એ છે કે, અહીં પાંચથી સાત દિવસ સુધી કાન્હાના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે. ત્યારબાદ એક ડ્રો થાય છે, ડ્રો માં જે ભક્તનું નામ નીકળે, તે પોતે એક વર્ષ માટે કાન્હાને પોતાને ઘરે લઈ જાય છે. ત્યારબાદ આવતી જન્માષ્ટમી સુધી પોતાના ઘરે જ કાન્હાને રાખી સેવા પૂજા કરે છે. જ્યારે જન્માષ્ટમી આવે ત્યારે કાન્હાને જન્મોત્સવની ઉજવણી કરવા માટે ફરીથી મંદિરમાં લાવવામાં આવે છે. આ પરંપરા કેટલાય વર્ષોથી મંદિરમાં ચાલી આવી છે અને આજે પણ યથાવત છે.