અંબાજીમાં કૃષ્ણ જન્મોત્સવ અને રાસ ગરબાના કાર્યક્રમો મોકૂફ - janmashtami
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠાઃ કોરોના સંક્રમણની અસર તમામ ધાર્મિક તહેવારો પર પડી છે. સરકાર દ્વારા મેળા પર પ્રતિબંધ લગાવતા જન્માષ્ટમીનો પર્વ ખૂબ જ સાદગીથી ઉજવવામાં આવ્યો હતો. અંબાજીમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે શોભાયાત્રા દરમિયાન યુવાનો 101 જેટલી દહીહાંડી ફોડીને પર્વ ઉજવતા હોય છે. તેના સ્થાને આજે ભગવાન શ્રી કૃષ્ણ સાથે મંદિરની પરિક્રમા અને આરતી કરી મંદિર પરિષરમાં દહીહાંડી ફોડી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. આ સાથે રાત્રે યોજાતા શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને રાસ ગરબાના કાર્યક્રમો પણ મોકૂફ રાખવામાં આવ્યા છે.