જામનગરઃ ચાંદી બજારના વેપારીઓએ સ્વંયભુ બંધનું કર્યું એલાન - jamnagar corona
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે વેપારીઓ દુકાનો સ્વયંભુ બંધ રાખવા માટે આગળ આવ્યા છે. જામનગરની પ્રખ્યાત ગ્રેઇન માર્કેટ 15 દિવસ માટે વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન કરવાનું એલાન કર્યું છે. જેના અનુસંધાને જામનગરમાં ચાંદી બજાર પણ પંદર દિવસ માટે બંધ રહેશે. ચાંદી બજારના વેપારીઓએ ગુરૂવારે બેઠક કરી સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન કરવા માટે 400 જેટલી દુકાનો બંધ રાખવામાં આવશે. જામનગરમાં જે ભીડવાળી અતિવ્યસ્ત બજારોમાં ચાંદી બજાર અને ગ્રેઇન માર્કેટનો સમાવેશ થાય છે.