વલસાડ પાલિકાના સ્ક્રેપ કૌભાંડ મુદ્દે ફરિયાદ માટે કોર્પોરેટરનો ઘંટનાદ, જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
વલાસાડઃ વલસાડ નગર પાલિકાના ભાજપના સભ્ય પ્રવીણ કચ્છી દ્વારા શનિવારે પાલિકા કચેરી ખાતે ઘંટનાદ કરીને પાલિકાના અધિકારીઓને કુંભકરણની નિદ્રામાંથી ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્ક્રેપ કૌભાંડ મામલે જો સી ઓ પોલીસ ફરિયાદ ન કરે તો ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આપી છે. વલસાડ નગરપાલિકા STP પ્લાન્ટનો ભંગાર ઇ-ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ઓફલાઇન ટેન્ડર લેવામાં આવ્યાં હતાં. પાલિકાના તુમરમાં પણ ભાંગરના વજન વગેરે બાબતે કોઈ જાણકારી તુમારમાં કોઈપણ ઉલ્લેખ નથી. વિરોધ પક્ષના નેતા જાખીર પઠાણ દ્વારા નગર પાલિકાના CO, પ્રમુખ અને કારોબારી ચેરમેનને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં ભંગારના ટેન્ડરની તારીખમાં છેડા કરવામાં આવ્યા છે. ભંગાર વર્ષ ઓક્ટોબર 2019માં વેચાયો હતો. પાલિકામાં જૂન 2020 દરમિયાન પાલિકામાં એકપણ રૂપિયો જમા નથી થયો. પાલિકા ઇજનેરે માત્ર કાગળ પર નોટીસ આપી હોવાનો અહેવાલ દર્શાવી રહી છે. વલસાડ પાલિકા COએ સમગ્ર પ્રકરણ બાબતે ડ્રેનેજ શાખાના ઇજનેરના રિપોર્ટ પર તપાસ કરીને પોલીસ ફરિયાદ કરવા સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર બાબતે પાલિકાના ઇજનેરે ચોરી થઇ હોવાની લેખિત ફરિયાદ પાલિકા ચીફ ઓફિસરને કરી હતી, તેમ છતાં પણ એ બાબતને હજુ સુધી 120 દિવસ પૂર્ણ થવા છતાં પણ ચીફ ઓફિસર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, તો આ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ પણ થઇ નથી. જેનો અનોખી રીતે વિરોધ કરતાં આજે કોર્પોરેટર પ્રવિણભાઈ કચ્છીએ પાલિકા કચેરીએ પહોંચીને ઘંટનાદ કરી સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે.